ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડીયા ગામની સીમમાં જુગાર રમતા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા. આમોદ પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 99,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડતા વાડીયા ગામની સીમમાંથી જુગાર રમતા 3 જુગારીને ઝડપી પાડ્યા હતા, જ્યારે પાલેજના 2 જુગારી પોલીસને જોઈ ફરાર થઇ ગયા હતા. આમોદ પોલીસે જુગારધારા કલમ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમોદ તાલુકાના વાડીયા ગામની સીમમાં ચોવીસુ વગામાં ઢાઢર નદીના કિનારે ખુલ્લા ખેતરમાં લીમડાના ઝાડ નીચે પોલીસે જુગાર અંગેની રેડ કરતા 3 જુગારી નામે (1) રમીઝ ઐયુબ અનુખા પઠાણ રહે, પાલેજ, (2) આરીફ છત્રસંગ રૂપસંગ ચૌહાણ. રહે, પુરસાનગરી, આમોદ અને (3) મનુ અંબાલાલ ઠક્કર રહે, બગાસીયા ચોરા.
આમોદ નાઓને રોકડ રકમ 18,850 તેમજ 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 6,000 તથા 3 મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા 75,000 તેમજ જુગાર રમવાનો સામાન મળી કુલ 99,850 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને જોઈ પાલેજની આઝાદનગરીના રહેવાસી (1) ઇકબાલ મહંમદ રાજ, અને (2) રહીમ અમીર મલેક ફરાર થઈ ગયા હતા. હાલ તો આમોદ પોલીસે આ બન્ને શખ્સોને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.