અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવવામાં આવી છે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં ત્રણ તાલુકાના દરિયાકાંઠા 30 ગામોને એલર્ટ કરી દેવાયા છે જો જરૂર પડે તો સ્થળાંતર કરવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકશે તો 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દર્શાવી છે. ભરૂચ જિલ્લામાં ૬૫ થી ૭૦ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આ સાથે જ ભરૂચ જિલ્લામાં NDRFની એક ટિમ તૈનાત કરવામાં આવી છે. દહેજ દરિયાઇ વિસ્તાર માં મરીન પોલીસ નું સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દહેજ જેટી પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાંઠા વિસ્તારના ગામોમાં આવેલ કાચા મકાનોમાંથી શક્ય જણાશે તો સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જ્યારે વિવિધ ગામોમાં આવેલ પ્રાથમિક શાળાઓ કોમ્યુનિટી હોલ અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરાયેલા લોકોને રાખવામાં આવશે. 100 થી 125 જેટલા મીઠાના અગર માં કામ કરતા અગરિયાઓને પણ સ્થળાંતર કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવશે.