ભરૂચ : કોરોનામાં બેદરકારી બદલ 38 કંપનીઓને શો - કોઝ અને 4 ને કલોઝર નોટીસ

New Update
ભરૂચ : કોરોનામાં બેદરકારી બદલ 38 કંપનીઓને શો - કોઝ અને 4 ને કલોઝર નોટીસ

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ સંબંધી ગાઇડલાઇનનું પાલન નહિ કરવા બદલ 38 કંપનીઓને શો-કોઝ તેમજ 4 કંપનીઓને કલોઝર નોટીસ આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં આવેલાં ઉદ્યોગોમાં કોરોના વાયરસની ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહિ તે સંદર્ભમાં કલેકટરે પાંચ વિશેષ ટીમો બનાવી આકસ્મિક ચેકીંગ કરાવ્યું હતું. જેમાં અનેક કંપનીઓની બેદરકારી બહાર આવી છે. ઉદ્યોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્રમાંથી આવેલી ગાઇડલાઇન મુજબ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પૈકી 7 જનરલ અને ઓફિસને સંલગન 25 મળી કુલ 32 પેરામીટરની ચકાસણી કરવામાં આવી હતી. 4 મહિનામાં તંત્રે ભરૂચ જિલ્લાના અંદાજે 2586 ઉદ્યોગોમાં તપાસ હાથ ધરી હતી. જે પૈકી 32 ઉદ્યોગોમાં કોવિડના નિયમોને લઇ ગંભીર બેદરકારી જણાઇ હતી.

જિલ્લા કલેક્ટરે જે ઉદ્યોગોમાં સતત કોરોના સંક્રમણ જણાયું તેવા 4 ઉદ્યોગોને શો કોઝ નોટિસ ફટકારી છે જ્યારે અન્ય 28 ઉદ્યોગોને શોકોઝ નોટિસ આપી છે. અંકલેશ્વરના 576, પાનોલી અને હાંસોટના 538, ઝઘડિયા,વાલિયા અને નેત્રંગના 548, આમોદ, ભરૂચ, જંબુસર અને પાલેજના 524 તેમજ વાગરાના 400 મળી કુલ 2586 ઉદ્યોગોમાં આરોગ્યને લગતી તપાસ કરી હતી. ઉદ્યોગમાં આવેલી 14,677 ટ્રક,ટેન્કર અને ટ્રેલરના 19800થી વધુ ડ્રાઇવર-કલીનરનું સ્ક્રીનીંગ કર્યું હતું. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ નાયબ ઉદ્યોગ કમિશનર જે.બી.દવેએ જણાવ્યું છે.

Latest Stories