/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/16140333/WhatsApp-Image-2021-05-16-at-12.14.47-e1621154052622.jpeg)
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીની બીજી લહેર ખુબજ ઘાતક બની ગઈ છે ત્યારે કોરોનામાં દર્દીઓને મુખ્યત્વે ઓક્સિજન લેવલ ઘટી જવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 10 ઓક્સિજન બેડ સાથે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ ઓક્સિજન ઓછું થઈ જવાની સમસ્યામાં આવતા હોય છે પરંતુ સગવડ નહિ હોવાથી રીફર કરવામાં આવતા હતા. ત્યારે નેત્રંગ સીએચસીમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યએ નરદેવબાપાના 66માં દીક્ષા દિવસે નેત્રંગ કોવિડ-19 કેર સેન્ટરમાં ઓક્સિજનના 5 રેગ્યુલેટર કિટનું વિતરણ માતા-પિતાના હસ્તે કરવામાં આવ્યુ હતું.
કોરોના મહામારીના મહા ભરડામાં સમગ્ર દેશની જનતા પરિવારના લોકો પરેશાન છે. ક્યાંક વ્યવસ્થાના અભાવે લોકો પરેશાનીથી મોતને ભેટે છે તો કોઈ ઓકિસજન ઈન્જેકસન વગર પરેશાન થઈ ને તરફડીને મરે છે. આચાર્ય નરદેવસાગરસુરીશ્વર મ.સા બાપાના 66માં દીક્ષાના આજના દિવસે તા.15-05-2021 નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના રોગી કલ્યાણ સમિતિના સભ્ય અતુલકુમાર બાલુભાઈ પટેલ દ્વારા તેમના માતા લીલાબેન, પિતા બાલુભાઈ, પુત્રી વિશ્વા, પુત્ર વ્રજ અને મનસુખ વસાવા નેત્રંગ તાલુકા બીજેપી પ્રમુખના હસ્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી દવાખાનામાં ચાલતા કોવિડ-19 કેર સેન્ટરમાં 5 ઓક્સિજન રેગ્યુલેટર કીટ ડો.દામિની પાટીલ સીએચસી નેત્રંગ, ડો.અલ્પના નાયર ટીડીઓ નેત્રંગ અને પ્રિતેષ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઈઝરને અર્પણ કરવામાં આવી હતી.
હાલ કોરોના માહામારીએ વીજ વેવમાં ગ્રામ્યકક્ષાએ ભરડો લીધો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 10 ઓક્સિજન બેડની સગવડ ઉભી કરી છે.પરંતુ 10 બેડ ઓક્સિજન વાળા ઓછા પડતા ઘણા દર્દીઓને ઓક્સિજન સમયે નહિ મળતા મુશ્કેલીઓ પડતી હોવાથી સરકારી દવાખાનેથી અંકલેશ્વર, ભરૂચ અથવા રાજપીપળા દર્દીઓને રીફર કરવામાં આવે છે. તેમાં દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે. ત્યારે વધુ 5 દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળે અને તેમનો જીવ જોખમમાં ના મુકાય તેવા શુભ આસય સાથે 5 ઓક્સિજન રેગ્યુલેટર કીટ બાપાના દીક્ષા દિવસે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિતરણ કરી માનવ સેવા અને જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આનાથી લોકોને ઓક્સિજનની સુવિધા મળી રહેશે તેમજ ગરીબો અને જરૂરિયાતવાળા લોકો માટે આર્શીવાદ રૂપ સાબિત થશે.