અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાંથી 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે
મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં રહેતી રૈતૂન આરિફ અન્સારી અને તેના પતિ નોકરી કરે છે જેઓની 9 વર્ષીય બાળકી રૂખ્સાર આરિફ અન્સારી ગત તારીખ-30મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરના બિલ્ડીંગ પર સાંજે રમવા માટે ગઈ હતી તે મોડી રાત સુધી પરત ઘરે નહીં આવતા માતા-પિતાએ ભારે શોધખોળ હાથ ધરી હતી જે બાદ પણ તે મળી નહિ આવતા આ અંગે તેણીની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બાળકીને શોધવા વિવિધ ટીમ બનાવી છે. જે કોઈ પણ વ્યક્તિને આ બાળકી અંગે જાણ થાય તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફોન નંબર 02646 225551નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
