ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં સોનતલાવડી પાછળ આવેલા નર્મદા માર્કેટ વિસ્તારમાં રોડ પર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹36,100નો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના અને અંગજડતીના મળીને ₹21,100 રોકડા, બે મોબાઇલ ફોન (અંદાજિત કિંમત ₹15,000) તેમજ પત્તાં અને પાથરણું મળી કુલ ₹36,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓમાં કુણાલ જગદીશભાઈ પરમાર, અનિલ મોતીલાલ વસાવા, મયુર મહેન્દ્રભાઈ રાણા, સોહમ પ્રવિણભાઈ વસાવા અને સુનિલભાઈ બાબુભાઈ દંતાણીનો સમાવેશ થાય છે. તમામ સામે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ: એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 5 જુગારીને ઝડપી પાડ્યા, ₹36,100નો મુદ્દામાલ જપ્ત
