ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવશે.24 કલાકના ભજન અને શહેરના વિવિધ ત્રણ મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.નીલકંઠ મહાદેવના મેળા માટેની તમામ તૈયારીઓ ટ્રસ્ટી મંડળ,પાલિકા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
