ભરૂચના ઝઘડિયાથી અંબાજી પગપાળા જતા સંઘનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા
માતાજીની ભક્તિ અને શ્રદ્ધાથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે ભરૂચના ઝઘડિયાથી અંબાજી જવા નીકળેલો જગદીશ પાનવાડીવાળા આયોજિત પગપાળા સંઘ ભરૂચ પહોંચ્યો હતો. સંઘ આજે ભરૂચના અયોધ્યા નગર સ્થિત સંઘના સભ્ય નરેન્દ્ર મહેતાના નિવાસસ્થાને પહોંચતા ભક્તિભાવપૂર્વક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંઘના યાત્રાળુઓની આરતી ઉતારી તેમજ માતાજીના જયઘોષ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો. ભક્તોએ ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.આ ધાર્મિક પ્રસંગે ભાજપના યુવા આગેવાન પરેશ લાડ સહિત મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો.
