ભરૂચ: એક મિત્રએ અન્ય મિત્ર પર લગાવ્યો પત્નીને ભગાડી જવાનો આરોપ, વાંચો શું છે સમગ્ર ઘટના

New Update
ભરૂચ: એક મિત્રએ અન્ય મિત્ર પર લગાવ્યો પત્નીને ભગાડી જવાનો આરોપ, વાંચો શું છે સમગ્ર ઘટના
Advertisment

ભરૂચના એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મિત્રએ અન્ય મિત્ર પર પોતાની પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે અને આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી પણ આપી છે અને મિત્ર જ તેની પત્નીને ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે

Advertisment

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજદાર હિતેશ જાદવે આપેલ અરજી અનુસાર તેઓએ તેમની પત્ની પૂર્ણિમા જાદવ ગુમ થઈ હોવાની અરજી આપી હતી જેના જવાબમાં તેઓએ પોલીસને લખાવ્યું છે કે શહેરના સોનેરી મહલ વિસ્તારમાં આવેલ સતપંથ મંદિર નજીક રહેતો તેમનો મિત્ર હિમાંશુ વૈધ સાથે તેમના ઘર જેવા સંબંધ હતા આથી તે અવારનવાર હિતેશના ઘરે આવતો હતો દરમ્યાન તેના હિતેશની પત્ની પૂર્ણિમા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.પત્ની ગુમ થયા બાદ તેઓએ હિમાંશુના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો આથી હિમાંશુ તેમની પત્નીને ભગાડી ગયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સાથે જ ગુમ થયેલ પત્ની અંગે ભાળ મળે તો  મોબાઈલ નંબર 97149 90454 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે  

Latest Stories