સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાવામાં આવી હતી.

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શ્રવણ વિદ્યાધામ શાળાના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં નાના ભૂલકાંઓ ખૂબ સુંદર મનમોહક રાધા, કૃષ્ણ, વસુદેવ, દેવકી, નંદદેવ, યશોદા, સુદામા, ગોવાળિયા, ગોપી તથા વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને આવી ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક, પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનાં અંતે સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો તથા શ્રવણ વિદ્યાધામના શિક્ષકોના હસ્તે વિજેતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.