ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

પાંજરાપોળ ખાતે કરાયુ આયોજન

ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાયો

જીવદયાનો સંદેશ અપાયો

ભાવિક ભક્તો જોડાયા

ભરૂચ પાંજરાપોળ ખાતે આજરોજ આસો સુદ આઠમ નિમિત્તે કુમારિકા પૂજન અને ગૌ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના પાંજરાપોળ ખાતે આજે આશો સુદ આઠમના પવિત્ર અવસરે કુમારિકા પૂજન, ભોજન અને ગૌપૂજનના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર કુમારિકાઓનું પૂજન કરી તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું, જ્યારે ગૌપૂજન દ્વારા ગૌસેવા અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, અનિલ રાણા સહિતના મહેમાનો  ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ ધાર્મિક પરંપરાઓ સાથે સેવાકાર્યને જોડતા આવા આયોજનને બિરદાવ્યું હતું.

આ કાર્યક્રમની સફળતા પાછળ ટ્રસ્ટી બીપીન ભટ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન અને આયોજનથી સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.કુમારિકા પૂજન અને ગૌસેવા જેવા સેવાકાર્યોના માધ્યમથી સમાજમાં સંસ્કાર, કરુણા અને જીવદયાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.