ભરૂચ : જંબુસરમાં કુવામાં ખાબકયો અસ્થિર મગજનો વ્યકતિ, જુઓ પછી શું થયું

New Update
ભરૂચ :  જંબુસરમાં કુવામાં ખાબકયો અસ્થિર મગજનો વ્યકતિ, જુઓ પછી શું થયું

જંબુસરના રેલવે ફાટક વિસ્તારમાં આવેલાં કુવામાં અસ્થિર મગજનો વ્યકતિ ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. સદનસીબે 20 ફુટ ઉંડા કુવામાં માત્ર ચાર ફુટ જ પાણી હોવાથી તે વ્યકતિનો આબાદ બચાવ થયો હતો..

જંબુસર રેલવે ફાટક ઋણ તળાવ વિસ્તારમાં એક કૂવો આવેલો છે. જેમાં આજે સવારે ૧૧:૩૦ વાગે અસ્થિર મગજનો ઈસમ અચાનક ૨૦ ફૂટ ઊંડા કુવામાં પડી ગયો હતો. ત્યાર બાદ બનાવની જાણ થતા લોકો ભેગા થઇ ગયા હતા અને નગર પાલિકા તેમજ પોલીસને જાણ કરી હતી. પરંતુ ૧ કલાક જેટલો સમય વીત્યા છતાં કોઈ નહિ આવતા આખરે અસ્થિર મગજના ઈસમને બચાવવા સ્થાનિકો મદદે આવ્યાં હતાં. અને દોરડા નાખી ઈસમને કુવામાંથી બહાર કાઢી બચાવી લેવાયો હતો. આ અસ્થિર મગજનો ઈસમ લોકોને પથ્થર મારી ઇજા પહોંચાડતો હતો. આશરે ૨૦ ફૂટ જેટલા ઊંડા કુવામાં ૪ ફૂટ જેટલું પાણી હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી.