-
ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ
-
આમ આદમી પાર્ટીનો પ્રચાર
-
પંજાબના સાંસદ માલવીન્દ્રસિંગ કાંગે લીધી મુલાકાત
-
આગેવાનો કાર્યકરો સાથે કરી બેઠક
-
ભાજપનો વિકલ્પ તૈયાર હોવાનું નિવેદન
ભરૂચ: AAP પંજાબના સાંસદ માલવીન્દ્રસિંગ કાંગે કર્યો ચૂંટણી પ્રચાર, કહ્યું ભાજપનો વિકલ્પ તૈયાર છે !
ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી પંજાબના સાંસદ માલવીન્દ્રસિંગ કાંગે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.... ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમો યોજી રહ્યા છે.આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિન્દ્રસિંગ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.માલવીન્દ્રસિંહ કાંગે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
