ભરૂચ : કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ મળ્યાં, બંનેને સારવાર માટે વડોદરા ખસેડાયાં

New Update
ભરૂચ : કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ મળ્યાં, બંનેને સારવાર માટે વડોદરા ખસેડાયાં

ભરૂચમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ મળી રહયાં છે. વાગરા તાલુકાના એક ગામના બે દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળતાં તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ભરૂચ શહેરમાં કોરોનાની બીજી લહેરથી ફેલાયેલા ભયમાંથી લોકો બહાર આવે તે પહેલાં હવે મ્યુકોરમાઇકોસીસ નામના રોગે દસ્તક દીધી છે. કોરોનાની સારવાર લઇ સાજા થયેલાં દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધારે જોવા મળી રહયું છે. ફુગથી ફેલાતા આ રોગને ગંભીર ગણવામાં આવે છે.

મગજ સુધી ચેપ ફેલાતો રોકવા માટે દર્દીની આંખો અને તાળવું સર્જરી કરી કાઢી નાંખવાની ફરજ પડતી હોય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામમાંથી મ્યુકોર માઇકોસીસના બે દર્દીઓ મળી આવ્યાં છે. આ બંને દર્દીઓને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Latest Stories