-
ભરૂચના જંબુસરનો બનાવ
-
પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
-
દહેગામના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત
-
વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ
-
જવાબદારો સામે પગલા ભરવાની માંગ
ભરૂચ: જંબુસરના દહેગામે વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે ગુજરાત | સમાચાર
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દહેગામ ગામમા આવેલ વકફ ટ્રસ્ટની મસ્જીદમાં ગેરરીતિ થયેલી છે.તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્રારા બે વખત જુદી-જુદી તારીખો એ સુનાવણી રાખીને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટીસ આપી હતી તેમજ છતાં ટ્રસ્ટીઓએ નોટીસ મુજબના પુરાવા રજૂ કર્યા ન હતા.આ બાદ વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ પહોંચ્યા હતા પરંતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતા તપાસ થઈ ન હતી ત્યારે ફરીથી તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને ગેરરીતિ કરનાર તત્વો સામે પગલા ભરવાની માંગ કરાય છે.
