ભરૂચ : આમોદ ગામે 8 ફૂટ લાંબો અજગર નીકળ્યો, જુઓ અજગરનું “LIVE” રેસક્યું..!

New Update
ભરૂચ : આમોદ ગામે 8 ફૂટ લાંબો અજગર નીકળ્યો, જુઓ અજગરનું “LIVE” રેસક્યું..!

ભરૂચ જિલ્લાના આમોદ ગામે 8 ફૂટ લાંબો અજગર દેખા દેતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસક્યું કરી સહી સલામત રીતે પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આમોદ-આછોદ માર્ગ પર આવેલ નુરાનીપાર્ક સોસાયટી નજીક રોડની સાઈડમાં અજગરે દેખા દેતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. જેમાં અજગરને જોવા માટે લોકોનો મેળાવડો જામ્યો હતો. જોકે 3 દિવસ અગાઉ આમોદ-જંબુસર રોડ ઉપર અજગર જોવા મળતા એક રિક્ષાચાલકે અજગરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જે અજગર આછોદ માર્ગ પર આવેલ નુરાનીપાર્ક સોસાયટી નજીક દેખા દેતા આમોદના જીવદયા પ્રેમીએ ભારે જહેમત સાથે 8 ફૂટ લાંબા અજગરનું રેસક્યું કરી પકડી પાડ્યો હતો. જોકે ત્યારબાદ ઇન્ડિયન ડ્રોમ નામના અજગરને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories