ભરૂચ : અંકલેશ્વરના પુનગામ પાટીયા પાસે વાહનચેકિંગ, અનેક વાહનચાલકો દંડાયા

ભરૂચ : અંકલેશ્વરના પુનગામ પાટીયા પાસે વાહનચેકિંગ, અનેક વાહનચાલકો દંડાયા
New Update

કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં કામ વગર બહાર નીકળતાં લોકોને અટકાવવા પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. અંકલેશ્વરના પુનગામ પાટીયા પાસે સઘન ચેકિંગ કરી પોલીસે નિયમોનો ભંગ કરનારા અનેક વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી મીની લોકડાઉન તથા નાઇટ કરફયુનો અમલ કરાવાય રહયો છે. કોરોનાનું સંક્રમણ રોકવા લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી રહી છે પણ અમુક લોકો કામ વગર બહાર રખડી રહયાં છે. આવા લોકોને રોકવા માટે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. અંકલેશ્વર -હાંસોટ રોડ પર આવેલાં પુનગામના પાટીયા પાસે પોલીસ કાફલો ખડકી દઇ સઘન વાહનચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ તેમન માસ્ક વગેરેની તપાસ કરવામાં આવી હતી.

નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી. કોરોના કાળમાં પોલીસ જવાનો પણ તાપમાં ખદે પગે સેવા બજાવી રહ્યા છે અને લોકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ કામ સિવાય ઘરની બહાર ન નિકરવા અનુરોધ કરી રહ્યા છે.

#Bharuch #vehicle checking #Bharuch News #Bharuch-Ankleshwar #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article