ભરૂચ: અંકલેશ્વરના સિસોદરા સહિતના ગામોમાં વાવાઝોડાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન

New Update
ભરૂચ: અંકલેશ્વરના સિસોદરા સહિતના ગામોમાં વાવાઝોડાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન

તોકતે વાવઝોડાની અસરના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીનો પાક નષ્ટ થઈ ગયો છે. અંકલેશ્વર તાલુકાનાં સિસોદરા સહિતના ગામોમાં ખેડૂતોએ ડાંગરનો પાક લઈ ખેતરમાં મૂક્યો હતો. જો કે ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાય જતાં ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો છે.

આ સાથે જ શાકભાજી અને શેરડીના પાકને પણ ભારે નુકશાન પહોચ્યું છે. ભાર ઉનાળે વરસાદ વરસતા ધરતીના તાતના માથે જાણે આભ ફાટયું છે અને મબલક ઉત્પાદન મેળવવાની આશા વચ્ચે પાક જ નષ્ટ થઈ જતાં ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા સમયસર સહાય જાહેર કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે .

Latest Stories