ભરૂચ : અંકલેશ્વરનો તરંગ મોદી જેઇઇ (મેઇન)ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ

New Update
ભરૂચ : અંકલેશ્વરનો તરંગ મોદી જેઇઇ (મેઇન)ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ

કોરોના વાયરસની મહામારી વચ્ચે ધીમે ધીમે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે જેઇઇ (મેઇન)ની પરીક્ષામાં અંકલેશ્વરના તરંગ મોદીએ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

અંકલેશ્વર ખાતે આવેલ રાજનગરી ખાતે રહેતા અને મોઢ ધાંચી સમાજ ના પ્રમુખ નરેશ મોદીના પુત્ર તરંગ મોદી ભરૂચ જિલ્લામાં ટોપર અને અદ્વૈત વિધાનિકેતનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. JEE (main) પરીક્ષામાં તેણે  99.47 પર્સન્ટાઇલ ટકા મેળવ્યો છે. સમગ્ર ભારતમાં તેણે 5937 રેન્ક મેળવ્યો છે. આફતને અવસરમાં પલટવાની તક ઝડપીને કોરોનાકાળમાં કરેલી મહેનત રંગ લાવી હોવાનું જણાવતા તરંગ મોદીએ ઉમેર્યું હતું કે,  શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં શિક્ષા મંત્રી ડો. પોખરિયાલના સુચના થી NTA ની વેબ પર કોરોનાકા઼ળ દરમિયાન મુકવામાં આવેલ મોક ટેસ્ટે મહત્વનો ભાગ ભજવ્યો છે.