ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સંકલ્પ બેંકની સામાન્ય સભા
ચોથી સામાન્ય સભાનું આયોજન
વાર્ષિક અહેવાલ રજૂ કરાયો
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં ધી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલ્ફેર કો-ઓપરેટિવ બેંકની ચતુર્થ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ભરૂચમાં ધી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલ્ફેર કો-ઓપરેટિવ બેંક લિમિટેડની ચતુર્થ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલવે સ્ટેશન સામે આવેલી ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ખાતે યોજાયેલી આ સભામાં બેંકના સભાસદો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાર્ષિક સામાન્ય સભાની શરૂઆતમાં સભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વાર્ષિક સામાન્ય સભાના પ્રોસીડિંગ્સને બહાલી આપવામાં આવી હતી. સાથે જ વર્ષ 2025-26ના હિસાબો તથા ઓડિટ રિપોર્ટને બહાલી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.સભા દરમિયાન સભાસદોના બચત ખાતા ખોલાવવા, બેંકના આગામી કાર્યકમો તેમજ પ્રમુખ સ્થાને રજૂ કરવામાં આવેલા વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સહકારી ક્ષેત્રના આગેવાન સુરેશભાઈ આહીર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજના પ્રમુખ રાકેશ પ્રજાપતિ, સંચાલક ગોવિંદ પ્રજાપતિ, પરેશ લાડ, ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
