ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરપર્સને આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ તાલુકામાં વિવિધ સરકારી દવાખાનાઓની મુલાકાત લીધી હતી.
નેત્રંગ તાલુકામાં કોરોના સંકમિત દદીઁઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખાનગી અને સરકારી દવાખાનામાં દદીઁઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કોરોના સંકમણને રોકવા માટે ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકામાં કોરોના સંકમણના કેસો વધતા ભરૂચ જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરપર્સન આરતી પટેલે ચાસવડ અને કરાઠા ગામે આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે તબીબોને કોરોના સંકમિત દદીઁઓની યોગ્ય સારવાર થાય અને કોરોના સંકમણ અટકે તે માટેના સુચના આપી હતી. તેમની સાથે નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવા મહામંત્રી હાદિઁક વાંસદીયા, પ્રકાશ ગામિત, રાયસિંગ વસાવા, માનસિંગ વસાવા, દિવ્યાંગ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયાં હતાં.