ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ, ભરૂચ અને શ્રીમતી વી.કે.ઝવેરી સાધના ઉ.મા. વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં મનુષ્ય રોગ વિષે જાગૃતિ કેળવાય તે અર્થે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની શ્રીમતી વી.કે.ઝવેરી સાધના ઉ.મા. વિદ્યાલયના પટાંગણમાં ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે અર્થે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોરોના મહામારી, ક્ષય રોગ (ટીબી), એઇડ્સ સાહિતના વિવિધ રોગ અંગે જાણકારી આપવામાં આવી હતી, ત્યારે શિબિરના અંતે પ્રશ્નોત્તરી દ્વારા સવાલ પૂછી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મનુષ્ય રોગ વિષે વિસ્તૃત જાણકારી મેળવી હતી. સદર કાર્યક્રમમાં શ્રીમતી વી.કે.ઝવેરી સાધના ઉ.મા. વિદ્યાલયના આચાર્ય પરેશાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા યુનિટ N.N.S., P.O. રમણભાઈ અને સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.