• ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • ભાજપ દ્વારા ઉજવણી કરાય

  • જીતનું જશ્ન મનાવાયુ

  • ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી

  • ભાજપના આગેવાનો જોડાયા

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી
પશ્ચિમ બંગાળ, આસામ સહિત ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળતા દેશભરમાં કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.આ જીતના અવસરે ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ એકત્રિત થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, તેમજ નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.કાર્યકર્તાઓએ જીતને ઐતિહાસિક ગણાવી નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલમાં પૂર્ણ થયો હતો.