-
ભરૂચમાં ચૂંટણીનો માહોલ
-
પ્રચારનો કરાયો પ્રારંભ
-
ભાજપ દ્વારા પ્રારંભ કરાયો
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જોડાયા
-
મતદારોને રીઝવવા પ્રયાસ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત તથા જિલ્લા પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયતો માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
પ્રચારની શરૂઆત ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘરની સામે આવેલ રામજી મંદિરેથી પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા, નિરલ પટેલ તેમજ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચૂંટણી પ્રચારના પ્રારંભ સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
