
ભરૂચ: હાંસોટના કુડાદરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હાંસોટના કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મામલતદાર રાજન વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડો સંજય દુબે, મેડિકલ ઓફિસર, વિધિ અડાજનિયા ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.તાલુકા સુપરવાઈઝર ગિરીશ પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ દરમ્યાન લોહીની જરૂરિયાતને પહોંચી વળવા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
