ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાનાં પૂર્વ વિદ્યાર્થી અને ‘કેલેન્ડર બોય’ તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું કરાયું સન્માન

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાનાં પૂર્વ વિદ્યાર્થી અને ‘કેલેન્ડર બોય’ તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું કરાયું સન્માન
New Update

ભરૂચની મણી બા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવનમાં ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરનાર ધનેશ ખટવાણી નામનો વિદ્યાર્થી કેલેન્ડર બોય તરીકે જાણીતો છે.

આ વિદ્યાર્થીની વિશેષતા એ છે કે તે આ સદીના કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાની કોઈ પણ તારીખે કયો વાર આવે છે. તેનો પળવારમાં ઉત્તર આપી દે છે.વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી પુષ્પાબહેન પટેલ,વહીવટદાર નીકી મહેતા આચાર્યા શર્મિલા દાસ તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Here are a few more articles:
Read the Next Article