ભરૂચ : ભાઇ- બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા પર્વ રક્ષાબંધનની ઉજવણી

New Update
ભરૂચ : ભાઇ- બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા પર્વ રક્ષાબંધનની ઉજવણી

ભરૂચમાં ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતાં પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસનો કહેર હોવાના કારણે બહારગામથી પોતાના ભાઇના ઘરે રક્ષાબંધન કરવા આવતી બહેનોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

સોમવારના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના વાયરસના કારણે ઉજવણીમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. બહેનોએ પોતાના ભાઇના ઘરે જવાના બદલે મનથી પણ રાખડી બાંધી હતી. પુરાણોમાં કરાયેલાં વર્ણન મુજબ રક્ષાબંધનના તહેવાર સાથે રાજા બલિની એક દંતકથા સંકળાયેલી  છે.જેમાં ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી રાજા બલિ પાસેથી તેના તમામ સામ્રાજ્યને માંગી લીધું હતું ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસે એક વિનંતી કરતા ભગવાન વિષ્ણુ બલિરાજા સાથે વાત આગળ જતા રહ્યા હતા જેને લઈને માતા લક્ષ્મી પરેશાન થઇ જતા તેમણે રાજા બલિને રક્ષાસુત્ર બાંધી ઉપહાર સ્વરૂપે પોતાના ભગવાન વિષ્ણુને પરત મેળવ્યા હતાં. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પોતાના  વીરાનાં સમૃદ્ધ અને સુખમય જીવનની કામના સાથે હાથ પર રાખડી બાંધે છે. ભાઇઓએ પણ રક્ષાબંધનના પવિત્ર અવસરે પોતાની વ્હાલી બહેનોને ભેટસોગાદોથી નવાજી હતી. 

Latest Stories