New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24160408/eueOPcCp.jpg)
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્ય સરકાર જવાબદાર અધિકારીઓ ફરજિયાત વેક્સિનેશન કરાવવાની લોકોને અપીલ કરી રહી છે અને લોકોને માસ્ક,સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું સુચન કરી રહ્યા છે.
જેમાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાએ ૮૦૦૦ થી વધુ દુધ ઉત્પાદકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પાયાની જરૂરિયાત એવા માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ સુમુલ ડેરી સુરતના સહયોગથી કરી દુધ ઉત્પાદકોને સાવચેતીના પગલા ભરવાની અપીલ કરી હતી.
Latest Stories