ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર પ્રશ્નો પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ સહિત સમગ્ર રાજ્યનો તબીબી સ્ટાફ પગાર વધારા, ભરતી , સહિતની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આંદોલનના માર્ગે છે ત્યારે 12 મી મેંના નર્સીગ ડે નિમિતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને પ્લે કાર્ડ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
17 મી મેં સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી તેમનો અવાજ સરકાર સુધી પોહચાડવાનો પ્રયાસ કરાશે જે બાદ પ્રીતક હડતાળ સહિત અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા આંદોલન ને વધુ ઉગ્ર બનાવવા માં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.