ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી હાથમાં પ્લેકાર્ડ સાથે દેખાવો

ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી હાથમાં પ્લેકાર્ડ સાથે દેખાવો
New Update

ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર પ્રશ્નો પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

publive-image

ભરૂચ સહિત સમગ્ર રાજ્યનો તબીબી સ્ટાફ પગાર વધારા, ભરતી , સહિતની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આંદોલનના માર્ગે છે ત્યારે 12 મી મેંના નર્સીગ ડે નિમિતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને પ્લે કાર્ડ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

17 મી મેં સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી તેમનો અવાજ સરકાર સુધી પોહચાડવાનો પ્રયાસ કરાશે જે બાદ પ્રીતક હડતાળ સહિત અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા આંદોલન ને વધુ ઉગ્ર બનાવવા માં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

#Bharuch News #Connect Gujarat News #Bharuch Civil Hospital #Bharuch Covid 19 #COVID 19 Bharuch #Nurses Protest
Here are a few more articles:
Read the Next Article