ભરૂચ કોલેજ રોડ ઉપર એક ટ્રાન્સ્ફોર્મર ફાટતા લાગી આગ

New Update
ભરૂચ કોલેજ રોડ ઉપર એક ટ્રાન્સ્ફોર્મર ફાટતા લાગી આગ

ભરૂચ કોલેજ રોડ ઉપર એક સોસાયટીના ગેઇટની બાજુમાં જી.ઇ.બી. દ્વારા મુકાયેલ એક ટ્રાન્સ્ફોર્મર અચાનક ઘડાકાભેર ફાટી આગ ભભૂકતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર ફાઇટરોએ ધસી આવી આ આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી હતી.

ભરૂચ કોલેજ રોડ ઉપર જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે આવેલ સરદાર પટેલ સોસાયટીના મુખ્ય ગેઇટને અડીને જી.ઇ.બી દ્વારા વિજ પુરવઠા માટે મુકાયેલ એક ટ્રાન્સ્ફોર્મર(ડી.પી.)માં બપોરના સમયે અચાનક ધડાકો થઈ આગ ભભૂકવાની ઘટના સામે આવી હતી. અચાનક ધડાકા સાથે આગના પગલે આ વિસ્તારમાં એક સમયે નાસભાગ મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ ભરૂચ ફાયર વિભાગને તેમજ જી.ઇ.બીને કરતા સમયસર ફાયર ટેન્ડર પહોંચતા આ આગ કાબુમાં આવી હતી. સાથે આગ ઓલવાયા બાદ તુરંત વિજકર્મીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત સમારકામ હાથ ધર્યું હતું.

આ ઘટનામાં કોઇ જાન હાની તો ન નોંધાઇ પરંતુ ટ્રાન્સ્ફોર્મર્ની આસપાસનું તમામ ઘાસ પણ બળી ગયું હતું.

Latest Stories