/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/11125352/maxresdefault-31.jpg)
ભરૂચમાં હોસ્પિટલથી કોવિડ સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે
ભરૂચમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહયો છે ત્યારે વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થાય તો મૃતદેહને હોસ્પિટલ થી નર્મદા નદીના કિનારે બનાવાયેલ સ્પેશલ કોવિડ સ્મશાન સુધી લઈ જવામાં આવશે અને આ માટેનો કોઈ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે અને એમ્બ્યુલન્સ માટે કાર ફાળવાવમાં આવી છે જે ગોલ્ડનબ્રિજમાંથી પણ સરળતાથી પસાર થઈ શકસે અને કોવિડ સ્મશાન સુધી પહોચી શકશે. ભરૂચ નગર સેવા સદનના કમ્પાઉન્ડ ખાતે પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં આ સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો હતો