ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ માટે પંચની રચના

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ માટે પંચની રચના
New Update

- નિવૃત જજ ડી.એ. મહેતાના વડપણ હેઠળની ટીમ કરશે તપાસ

- બે સનદી અધિકારીઓ પણ તેમનો રીપોર્ટ સરકારમાં રજુ કરશે

- ગત સપ્તાહે કોવીડ કેર સેન્ટરમાં લાગેલી આગે 18 લોકોનો લીધો હતો ભોગ

ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વોર્ડમાં લાગેલી આગના કારણે 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 લોકોના ભોગ લીધાં છે. પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં  આગની ઘટનાના કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજય સરકારે નિવૃત જજ ડી.એ.મહેતાના વડપણ હેઠળ તપાસ કમિટીની રચના કરી છે.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત શુક્રવારે રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા ભુંજાય ગયાં હતાં. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ આઇસીયુ વોર્ડના પાંચ નંબરના વેન્ટીલેટરમાં સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી હોવાનું જણાવાય રહયું છે તો કેટલાક આઇસીયુ વોર્ડમાં લાઇટર હોવાની આશંકા વ્યકત કરી રહયાં છે. અનેક તર્કવિર્તક વચ્ચે હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તપાસ પંચની રચના કરવામાં આવી છે.

રાજયના ગૃહ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગની ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓના પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય કરી છે. આ ઉપરાંત નિવૃત જજ ડી.એ.મહેતના વડપણ હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી છે. પંચ તપાસ કરી તેનો રીપોર્ટ સરકારમાં જમા કરાવશે. આ ઉપરાંત બંને સનદી અધિકારીઓ પણ તેમનો રીપોર્ટ સરકારને આપશે. પટેલ વેલ્ફેર હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ બાદ કોવીડ કેર સેન્ટરમાં અંધકાર ફેલાય ગયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક યુવાનોએ વોર્ડના કાચ તોડ દર્દીઓને જીવના જોખમે બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો નહિતર મૃત્યુંઆંક વધી જાત....આગની ઘટનામાં સારી કામગીરી કરનાર પોલીસ અને ફાયર વિભાગના જવાનોને ઇનામની નવાજવામાં આવશે તેવી જાહેરાત પણ ગૃહમંત્રીએ કરી છે.

#Bharuch #fire incident #Connect Gujarat #Commission formed #Patel Welfare Hospital
Here are a few more articles:
Read the Next Article