Connect Gujarat
Featured

ભરૂચ : કોરોનાએ ફરી માથું ઊચકતા તંત્રની કામગીરી, વાગરા પોલીસ મથકને કરાયું સેનેટાઇઝ

ભરૂચ : કોરોનાએ ફરી માથું ઊચકતા તંત્રની કામગીરી, વાગરા પોલીસ મથકને કરાયું સેનેટાઇઝ
X

રાજ્યભરમાં કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથક ખાતે આવતા અરજદારો તેમજ પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય માટે તંત્ર દ્વારા પોલીસ મથકને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની બીજી લહેર સાથે તેનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા તેમજ વાગરા તાલુકામાંથી પણ નોંધપાત્ર કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ સહિત સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વાગરા પોલીસ મથકે આવતા અરજદારોના સ્વાસ્થ્ય તેમજ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીઓની સુરક્ષાના ભાગરૂપે પોલીસ મથકને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તો સાથે જ પોલીસ મથકના દરેક ચેમ્બરમાં દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.

Next Story