ભરૂચ: કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે 62 મૃતદેહના અંતિમ સંસ્કાર તો આજે 5 મૃતદેહોને કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા

New Update
ભરૂચ: કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે 62 મૃતદેહના અંતિમ સંસ્કાર તો આજે 5 મૃતદેહોને કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા
Advertisment

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો હોવાનું લાગી રહ્યું છે. સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો વિતેલા 24 ક્લાકમાં 5 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા છે.

Advertisment

ભરૂચ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ હતી અને મૃત્યુઆંકે તમામ અણગમતા રેકોર્ડ બ્રેક કર્યા હતા. ભરૂચમ સ્મશાન ગૃહો માનવ વસાહત નજીક આવેલા હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમ કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો હતો પરંતુ હવે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જીલ્લામાં પણ કોરોનાના કેસમ ઘાટાડો થયેલો જોવા મળે છે.

ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે એટલે કે તારીખ ત્રીજી મેના રોજ એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે કરવામાં આવ્યા હતા જે કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળી એક દિવસમાં થયેલ આતનીમ સંસ્કારનો સૌથી મોટો આંકડો હતો પરંતુ હવે કોરોનાનો કહેર ઘટયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2154 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર ઓછો થતા સ્મશાનના સંચાલકોએ પણ રાહત શ્વાસ લીધો છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે કોરોનાની બીજી લહેર તેના પિક પર હતી ત્યારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબવાહીનીઓની કતાર લાગતી હતી પરંતુ હવે મૃત્યુઆંકમ પણ ઘટાડો થયો છે ત્યારે સ્મશાનમાં કામ કરતા લોકો પણ હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે.

Latest Stories