ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે અંતિમદાહ માટે આવતાં મૃતદેહોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

New Update
ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે અંતિમદાહ માટે આવતાં મૃતદેહોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
Advertisment

ભરૂચમાં બે મહિના અગાઉ કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો અને કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 60થી વધારે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે માંડના બે મૃતદેહ આવી રહયાં છે. કોરોનાનો કહેર ઓછો થતાં લોકોને તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે.

Advertisment

સમગ્ર રાજયમાં એક માત્ર ભરૂચ ખાતે કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે કે જયાં કોરોનાથી મૃત્યુ પામતાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અત્યાર સુધી આ સ્મશાનમાં 2 હજારથી વધારે લોકો પંચમહાભુતમાં વિલિન થયાં છે. બે મહિના અગાઉ કોરોનાની બીજી લહેરમાં કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 60 કરતાં વધારે મૃતદેહો અંતિમદાહ માટે આવતાં હતાં.

સ્મશાન ખાતે સતત સળગતી ચિતાઓ કોવીડના કહેરનો અનુભવ કરાવતી હતી. સુર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલાં તો કોવીડ સ્મશાનની બહાર મૃતદેહો લઇને આવેલી શબવાહિનીઓની કતાર લાગી જતી હતી. સવારથી શરૂ થતી અંતિમ સંસ્કારની કાર્યવાહી મોડી રાત સુધી ચાલતી હતી. મોતનો મંજર જોઇ ભલભલાના કાળજા કંપી ગયાં હતાં. સ્મશાનના સ્વયંસેવકો પણ સતત અગ્નિદાહ આપી રહયાં હતાં. પણ સરકારે મીની લોકડાઉન અને નાઇટ કરફયુ સહિતના પગલાંઓ ભરતાં હવે કોરોનાના કેસ ઓછા થયાં છે. ભરૂચના કોવીડ સ્મશાન ખાતે હાલ માત્ર સરેરાશ બે મૃતદેહો અંતિમસંસ્કાર માટે આવે છે.