/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/19173423/9f723e80-77c5-4c30-b84d-5794ced3a456.jpg)
ભરૂચ જિલ્લામાં તાઉ-તે નામના વાવાઝોડાનું સંકટ ગયું છે પરંતુ કોરોનાનું સંકટ યથાવત રહ્યું છે જો કે રાહતના સમાચાર એ છે કે કોરોના સંકટમાં પણ કોવિડ સ્મશાનમાં મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. ૩ દિવસમાં ૪૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી યથાવત રહી છે પરંતુ છેલ્લા ૩ દિવસથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોય તેમ ૩ દિવસમાં ૪૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં કોવિડ સ્મશાનમાં મૃત્યુદરમાં ઘટાડો થતાં સ્મશાન સંચાલકોએ પણ રાહત અનુભવી છે. ભરૂચ જિલ્લામાં તંત્ર વાવાઝોડામાં વ્યસ્ત હતુ તો કોવિડ સ્મશાનમાં પણ મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો સોમવારે 18 મૃતદેહ મંગળવારે ૧૧ અને બુધવારે આજે બપોર સુધીમાં ૧૧ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા છે.