ભરૂચ: કોરોનાના કારણે મોતનું તાંડવ, એક દિવસમાં રેકોર્ડ બ્રેક 45 મૃતકોમાં અંતિમ સંસ્કાર

ભરૂચ:  કોરોનાના કારણે મોતનું તાંડવ, એક દિવસમાં રેકોર્ડ બ્રેક 45 મૃતકોમાં અંતિમ સંસ્કાર
New Update

ભરૂચમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે ત્યારે નર્મદા નદીના કિનારે બનાવાયેલ કોવિડ સ્મશાન છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે એમાં પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું જ્યા કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું જ્યા અત્યાર સુધીમાં 1050 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે તંત્રના ચોપડે કોરોનાથી થયેલ મૃત્યુનો આંક 52 જ નોંધાયો છે ત્યારે આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.

#Bharuch #dead bodies #Bharuch News #Connect Gujarat News #crematorium News #Covid19 Death #COVID 19 Bharuch #cremationground
Here are a few more articles:
Read the Next Article