અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મનાભાઈ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 137 નંગ બોટલ અને ફોન મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર રોહિત મના વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગર કિશન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના નવાદીવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 137 નંગ બોટલ અને ફોન મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર રોહિત મના વસાવાને ઝડપી પાડ્યો
