ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર કુખ્યાત આરોપીની કરી ધરપકડ
ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત | સમાચાર
ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી અરસદ શેખ ઉર્ફે નવ્વાણુ રહે, વલસાડ લ, અંકલેશ્વરના આંબોલી રોડ સર્વોદય સોસાયટી પાસે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
