ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત પ્રકાસ ઉર્ફે પાકો મગન વસાવા પોતાના ઘરે માણસો રાખી ચોરી છુપી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૩ નંગ બોટલ મળી કુલ ૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અતુલ રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.જયારે આવી જ રીતે પોલીસે બાતમીના આધારે અંદાડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર દક્ષાબેન દેવેન્દ્ર પટેલ અને પુત્ર હેમંત પટેલના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫ નંગ બોટલ મળી કુલ ૧૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો માતા-પુત્રને ઝડપી પાડ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170