ભરૂચ શહેરના શેરપુરા રોડ પર મદીના પાર્ક પાસે આવેલ બાવા રેહાન દરગાહ નજીક જમીનમાં ખોદકામ દરમ્યાન કબર મળી આવતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
ભરૂચના શેરપુરા રોડ પર મદીના પાર્ક નજીક પ્રસિદ્ધ બાવા રેહાન દરગાહ આવેલી છે. જેની બાજુમાં જ આવેલી જમીન પર કોઈક બાંધકામ અર્થે ખોદકામ દરમ્યાન ગત રાત્રીના સમયે અચાનક જ કબર મળી આવી હતી, ત્યારે આં વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારોમાં પ્રસરતાની સાથે જ સ્થળ પર લોકટોળું ઉમટી પડ્યું હતું.
જોકે, સ્થાનિકો દ્વારા ખોદકામ અટકાવી આં કબર ઉપર વિધિવત રીતે ફૂલ અને ચાદર ચઢાવી શ્રદ્ધા સાથે દુઆઓ માંગી હતી.
