ભરૂચ: દહેજના એકતા પેટ્રોલપમ્પ પર ટેન્કરની કેબિનમાં આગથી દોડધામ

New Update
ભરૂચ: દહેજના એકતા પેટ્રોલપમ્પ પર ટેન્કરની કેબિનમાં આગથી દોડધામ

દહેજમાં એકતા પેટ્રોલપમ્પ પર ડીઝલ પુરાવા માટે આવેલ ખાલી ટેન્કરની કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. પેટ્રોલપમ્પના કર્મચારીઓએ પાણી અને ફાયર એક્સટીગુટરના ઉપયોગથી આગ પર કાબુ મેળવ્યો હતો.

દહેજ ખાતે આવેલ એકતા પેટ્રોલપમ્પ પર નર્મદા લોજીસ્ટિકના સલ્ફયુરિક એસિડના ખાલી ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા ગભરાયેલ ડ્રાઇવર કેબિનમાંથી કૂદવા જતા તેને સામાન્ય ઇજા પહોંચી હતી. ટેન્કરની કેબિનમાં આગ લાગતા પેટ્રોલપમ્પના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કર્મચારીઓએ તત્કાલ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ વધે તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો હતો.

જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. ઘાયલ ડ્રાઇવરને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે ટેન્કર સલ્ફયુરિક એસિડ ભરવા જવાનું હતું એટલે તેખાલી હતું. બીજી બાજુ પેટ્રોલપમ્પ પર જ કેબિનમાં આગ લાગતા જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો ટેન્કર ફાટવા સાથે પેટ્રોલપમ્પમાં પણ બ્લાસ્ટ અને ભયંકર આગ ફાટી નીકળવા સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જોકે પેટ્રોલપમ્પના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Latest Stories