ભરૂચ : દહેજ પોલીસે પણિયાદરા નજીકથી ગેસ રીફિલિંગનો પર્દાફાશ કર્યો, રૂ. 3.33 કરોડના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી રૂ. ૩.૩૩ કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.