ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ્સલિમિટેડ કંપની દ્વારા દરેક કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટપ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇમ્યુનિટી બુસ્ટર કીટ દ્વારા કર્મચારીઓ પોતે અને પોતાના કુટુંબને Covid - 19 જેવા રોગ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરશે. કંપનીના યુનિટ હેડ સનાથ કુમાર દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક કર્મચારીઓ વધુમાં વધુ લાભ લે તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ મેનેજમેન્ટનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કંપનીના ડો. સુનિલ ભટ્ટએ જણાવ્યું હતું કે, કંપનીએ નિરંતર કોવિડ મહામારી દરમ્યાન કર્મચારીઓની હેલ્થની સંભાળ માટે વિવિધ પગલાંઓ લીધા છે. આ પણ એક નવતર પ્રયોગ છે. ઈમ્યુનિટી બુસ્ટપ કીટનું વિતરણ 1450 થી વધુ કર્મચારીઓને કરવામાં આવશે, જે તેમને અને તેમના કુટુંબને રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરશે. આ કીટમાં ઉકાળો બનાવવાનો પાવડર, ચ્યવનપ્રાશ તથા ૪ નંગ ફેસ માસ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.