દહેજ પોલીસે રૂ.2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચની  દહેજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો  મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા રૂ. 2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે  રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ, હાલ રહે.દહેજ, જુના બંદર પાસે ઝુપડામાં, તા.વાગરા, જી.ભરૂચ અને દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગત, હાલ રહે.દહેજ, ટાવર ફળીયુ, તા.વાગરા, જી.ભરૂચની ધરપકડ કરી છે જ્યારે એક આરોપીને  વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.