/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/31173649/c6c69ccd-e2de-493e-802f-92cf2c7055b9.jpg)
ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર આવેલાં કોવીડ સ્પેશિયલ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે આવતાં મૃતદેહોની સંખ્યામાં ઘટાડો થયો છે. જયાં રોજના સરેરાશ 50 કરતાં વધારે મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મૃતદેહો જ આવી રહયાં છે. મૃતદેહો ઘટી જતાં સ્મશાનમાં ફરજ બજાવતાં કર્મચારીઓને પણ રાહત સાંપડી છે.
ભરૂચમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયાં છે.એપ્રિલ માસમાં 878 અને મેં માસમાં 775 મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં છે.
અત્યારસુધીમાં 2138 મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરવામાં આવી ચુકયાં છે. કોવીડની મહામારી વચ્ચે ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા તરફ રાજયના પ્રથમ કોવીડ સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોવિડ સ્મશાન ખાતે 2 માસ પછી છેલ્લા ત્રણ દિવસથી આંગળીના વેઢે ગણી શકાય તેટલા મૃતદેહો જ આવી રહયાં છે. સમયાંતરે મૃતદેહોની સંખ્યામાં વધારો થતાં અહીં 11 ચિત્તાઓ ઉભી કરવામાં આવી છે. 11 ચિતાઓ હોવા છતાં કોવીડ સ્મશાન ખાતે અંતિમદાહ માટે મૃતદેહોની કતારો લાગતી હતી.
આજ દિન સુધીમાં કોવિડ સ્મશાન માં 2138 મૃતદેહ ને અગ્નિદાહ આપવામાં આવ્યા છે. જેમાં એપ્રિલ માસમાં 878 જયારે મે માસમાં775 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયાં છે. કોરોનાની પ્રથમ લહેર સમયે ગત વર્ષે કોવિડ સ્મશાન માં 485 મૃતદેહો ના અગ્નિસંસ્કાર થયા હતા. હવે કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડો થતાં વહીવટીતંત્ર અને સ્મશાનના કર્મચારીઓએ પણ હાશકારો લીધો છે.