ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સર્જાયો છે.
બિલોઠી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા સભ્ય ગુણવંત વસાવાનું અવસાન થયું છે. 65 વર્ષીય ગુણવંત વસાવાની તબિયત અચાનક લથડતા તેમને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.નેત્રંગ તાલુકા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 7 અને કોંગ્રેસએ 1 બેઠક મેળવી હતી.ગુણવંત વસાવાના નિધનને કારણે હવે પંચાયતની એક બેઠક ખાલી પડી છે, જેનાથી તાલુકા પંચાયતના રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
