/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/31160441/maxresdefault-107-366.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કેન્દ્રની એનડીએ સરકારે રજુ કરેલાં કૃષિ બિલના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 31મી ઓકટોબરના રોજ કિસાન અધિકારી દિવસ મનાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ તથા દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીને પુષ્પાજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ બાદ કિસાન અધિકાર દિવસ અંતર્ગત ધરણા યોજવામાં આવ્યાં હતાં. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા , શહેર પ્રમુખ વિક્કી શોખી , મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. કોંગ્રેસે કૃષિ બિલને ખેડુત વિરોધી ગણાવી તેને પાછુ ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી.