ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ : રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું…ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. દોશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલ આ બેઠકમાં ધો. 10 અને 12માં 1થી 3 ક્રમે ઉતીર્ણ થનાર તેજસ્વી તારલાઓને ટ્રોફી, સન્માનપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધો. 10 અને 12ના અન્ય વિધ્યાર્થીઓને લેપટોપ બેગ આપી સન્માનિત કરાયા હતા. દોશી સમાજના ધો. 1થી કોલેજ સુધીના સન 2020માં અભ્યાસ કરેલ વિધ્યાર્થીઓને કુલ 2500 જેટલી નોટબુકોનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દોશી સમાજના પ્રમુખ હેમંત દોશી દ્વારા વડોદરાના રમા ટેલર અને દિપક દોશીનું સન્માન કરવામાં આવ્યુ હતું. સમાજને ડિજિટલ માહિતિ મળી રહે તે હેતુથી દોશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેબસાઇટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાઓ ઉપયોગ કરી માહિતી મેળવે તેવી અપીલ કરવામાં આવી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170